Monday, 3 August 2020

How the boy with the rickshaw became an IAS officer



 How the boy with the rickshaw became an IAS officer

How dare you play with our boys ...?
You don't know what you are and where you come from .. ??
What were you going to do after studying .. ??? At most I will help my father in his work and earn some money, what else can I do ..?
In the end, you have to drive like my father .. !! sj

Govind grew up listening to my rhetoric on these and many other such questions. He was constantly asked what he should do so that he would not have to listen to people's whispers and people would look at him with respect ..!
And Govind chose education to protect his Ijjat and to gain self-respect. Because he knew he had no choice but to get an education.

Govind lived with his family in an 8 × 12 rented room in a narrow lagoon in Benares. The whole family bathed and ate and drank in this room.sj

All day long, the factory generator's ear-splitting noise kept coming. Even the members of the house can't listen to each other, so there is no need to talk ..!

However, Govind used to study even by paying Rs. In his ear and used to do math examples all day long. At night, when the factory sound was off, he would read other subjects by candlelight. Because the area had barely twelve hours of light. Twelve-thirteen hour cut.sj

Ever since Govind came in the eighth standard, he has started tutoring young children to cover the cost of his studies.

Govind's father Narayan Jaiswal used to drive handcuffs all day. The father, who had little hearing, had high hopes for his son.

Govind, who has been a topper in school from the very beginning, was very clever in science subjects and people advised him to do engineering after standard twelve. Govind also decided to do engineering once. But the fee for the college application form was 500, so he started his graduation studies at the small Benaras Hindu University.

After graduating, Govind thought of a limited number of government jobs, including corruption, nepotism, and nepotism. His turn will not come there. Besides, he did not have money so that he could start a small business by investing capital ...! Sj

He had no choice but to prepare for the civil service. So Govind thought of going to Delhi to prepare for the UPSC exam and he left Benares for Delhi.

To make his son's dream of becoming an IAS come true, the father sold his land for Rs. 30,000 / -. But how long does that money last ..? With the help of money sent by his father, Govind stayed in Delhi and started preparing for UPSC. He read continuously for eighteen hours. He would sometimes go hungry to save money.
Meanwhile, the father could not even drive the rickshaw due to a leg injury. So the rickshaw was also sold. Govind's mother died in infancy. The two sisters helped Govind as much as possible and taught him. Govind used to take mathematics tuition to cover the cost of his studies. Thus the family sacrificed a lot to teach Govind. Because the family hoped that Govind would reach a higher position to help his family and lift them out of poverty.

In such a difficult test period, Govind worked hard and used all his strength and passed the UPSC exam for the first time in 2006. And Govind's hard work knows how to bring color. In the first attempt alone, he managed to clear the 48th UPSC in India. Today, Govind is serving as an IAS officer in Delhi.

Govind and his father could not sleep for ten days after the result came. Anxiety about what would happen did not let him sleep with Chen. And when the result came, the whole family cried. Tears of joy came to the eyes of the old and infirm father who saw his son's success.

Govind attributes his success to his father and sisters. Especially the elder sister who gave up her studies to teach Govind after the death of her mother.

Recalling his days of struggle, Govind says, "If it weren't for those days of struggle, he probably wouldn't have reached here. Struggle is the only way to succeed. 'Sj

Inspiring and mentoring youngsters preparing for competitive exams, Govind says,

"Even though I was clever in mathematics, I chose the subject of Philosophy and History for Mains after passing the prelim of UPSC. Because I believe that no subject is difficult.

The weakness of the English subject is not a big question. You can choose any medium. I am number one in Hindi medium all over India. I first mastered the English language and then chose Hindi as the medium of examination. Language is not a question. Language is just a medium. Reaching the goal is not a language but your hard work. You can win any battle of life if you believe in yourself. "Sj

Friends, many students like Govind dream of becoming IAS or IPS. But only those who are committed to themselves can achieve victory. Confidence is very important to succeed in any job. I wish you all full confidence and make your dreams come true with open eyes.

Friends,
To get more such motivational articles, you can call me on my mobile number above

Your name (surname) and village in WhatsApp

You can send a message to Don't bother me by texting Hi or hello or anything else. SMS or call for response or other work.

You can use this article without making any changes or removing the author's name.

If these humble efforts of mine illuminate someone's dark life, it will be a pleasure to be an occasion. Thank you.SJ.

રીક્ષા વાળાનો છોકરો કેવી રીતે બન્યો IAS ઓફિસર 
તારી હિંમત કેવી રીતે થઈ અમારા છોકરાઓ સાથે રમવાની...?
તને ખબર નથી કે તું શું છો અને ક્યાંથી આવે છે..??
ભણી-ગણીને તું શું કરવાનો હતો..??? વધુનેવધુ તો પિતાને તેના કામમાં મદદ કરી  થોડા પૈસા કમાઈ આપીશ, બીજું તો શું કરી શકીશ..?
અંતે તો તારે પિતાની જેમ હાથરીક્ષા જ ચલાવવાની છે ને..!!sj

આ અને આવા બીજા અનેક પ્રશ્નોના મારા રૂપી મેણાંટોણાં સાંભળીને ગોવિંદ મોટો થયો. તેને સતત પ્રશ્ન થયા કરતો કે તે એવું તે શું કરે કે જેથી લોકોના મેણાંટોણાં સાંભળવા ન પડે અને લોકો તેને માન-સન્માનની નજરે જોતા થાય..!

અને ગોવિંદે પોતાની ઈજ્જતની રક્ષા કરવા તથા સ્વાભિમાન પ્રાપ્ત કરવા માટે શિક્ષણ પસંદ કર્યું. કારણ કે તે જાણતો હતો કે શિક્ષણ પ્રાપ્ત કર્યા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

બનારસની સાંકડી લગીઓમાં એક 8×12 ની ભાડાની રૂમમાં ગોવિંદ પોતાના પરિવાર સાથે રહતો. આ ઓરડીમાં જ આખા પરિવારનું નહાવા-ધોવા અને ખાવા-પીવાનું ચાલતું.sj

આખો દિવસ કારખાનાના જનરેટરનો કાન ફાડી નાખે તેવો અવાજ સતત આવ્યા કરે. ઘરના સભ્યો પણ એકબીજાનું કહેલું સાંભળી ન શકે એવા કોલાહલમાં ભણવાની તો ક્યાં વાત જ કરવી..!

છતાં ગોવિંદ કાનમાં રૂ ભરાવીને પણ ભણતો અને આખો દિવસ ગણિતના દાખલા ગણ્યા કરતો. રાત્રે જ્યારે કારખાનાનો અવાજ બંધ થઈ જતો ત્યારે તે દીવા કે મીણબત્તીના અજવાળે બીજા વિષયો વાંચતો. કારણ કે તે વિસ્તારમાં માંડ બાર કલાક લાઈટ રહેતી. બાર-તેર કલાકનો કાપ રહેતો.sj

બાળપણથી જ ભણવામાં હોંશિયાર ગોવિંદ આઠમાં ધોરણમાં આવ્યો ત્યારથી જ તેણે પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા નાના બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કરી દીધેલું.

ગોવિંદના પિતા નારાયણ જયસવાલ આખો દિવસ હાથરીક્ષા ચલાવતા. કાને ઓછું સાંભળતા પિતાને દીકરા પાસે બહુ મોટી આશા હતી.

શરૂઆતથી જ સ્કૂલમાં ટોપર રહેલો ગોવિંદ સાયન્સના વિષયોમાં ખૂબ હોંશિયાર હોઈ લોકોએ તેને ધોરણ બાર પછી એન્જીયરીંગ કરવાની સલાહ આપી. ગોવિંદે પણ એકવાર તો એન્જિનિયરીંગ કરવાનું નક્કી કરેલું. પરંતુ કોલેજ એપ્લિકેશન ફોર્મની ફી 500 હતી, જેથી તેણે તે માંડી વાળી બનારસ હિન્દૂ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ શરૂ કર્યો.

ગ્રેજ્યુએટ થયા પછી ગોવિંદે વિચાર્યું કે એક તો મર્યાદિત સરકારી નોકરીઓ અને એમાં પણ ભ્રષ્ટાચાર, લાગવગ અને સગાવાદ. પોતાનો વારો તો ત્યાં નહિ જ આવે. ઉપરાંત તેની પાસે નહોતા પૈસા કે જેથી મૂડી રોકી તે નાનોમોટો ધંધો કે બિઝનેશ પણ શરૂ કરી શકે...!sj

તેની પાસે સિવિલ સર્વિસની તૈયારી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. એટલે ગોવિંદે દિલ્હી જઈ UPSC ની પરીક્ષાની તૈયારી કરવાનું વિચાર્યું અને તે બનારસથી દિલ્હી ચાલ્યો ગયો.

દીકરાના IAS બનવાના સપનાને સાકાર કરવા બાપે પોતાની જમીન 30,000/- રૂપિયામાં વેંચી નાખી. પરંતુ તે પૈસા પણ કેટલો સમય ચાલે..? પિતાએ મોકલાવેલા પૈસાના સહારે ગોવિંદ દિલ્હીમાં રહી UPSC ની તૈયારી શરૂ કરી. તે સતત અઢાર અઢાર કલાક સુધી વાંચતો. પૈસા બચાવવા તે ક્યારેક ભૂખ્યો પણ રહેતો.

દરમિયાન પિતાને પગમાં ઘાવ લાગવાથી રીક્ષા પણ નહોતા ચલાવી શકતા. તેથી રીક્ષા પણ વેચાઈ ગઈ. ગોવિંદની માતા નાનપણમાં જ મૃત્યુ પામી હતી. બે બહેનોએ જ જેમ બને તેમ વધુનેવધુ મદદ કરીને ગોવિંદને ભણવ્યો. પોતાના ભણતરનો ખર્ચ કાઢવા ગોવિંદ ગણિતના ટ્યુશન કરાવતો. આમ ગોવિંદને ભણાવવા કુટુંબે ખૂબ ભોગ આપ્યો. કારણ કે કુટુંબને આશા હતી કે ગોવિંદ ઉંચા હોદ્દા ઉપર પહોંચી તેના પરિવારને મદદરૂપ બનશે અને ગરીબીમાંથી ઉગારી લેશે.sj

આવા કપરા કસોટી કાળમાં ગોવિંદે જબરી મહેનત કરી પોતાની બધી જ તાકાત લગાવી દઈ 2006માં પ્રથમવાર UPSCની પરીક્ષા આપી. અને ગોવિંદની મહેનત જાણે કે રંગ લાવી. પ્રથમ પ્રયાસમાં જ તે સમગ્ર ભારતમાં 48માં ક્રમે UPSC ક્લિયર કરવામાં સફળ થયો. આજે ગોવિંદ દિલ્હીમાં જ IAS અધિકારી તરીકે ફરજ બજાવે છે.

રીઝલ્ટ આવ્યાના દશેક દિવસ સુધી ગોવિંદ અને તેના પિતા સુઈ ન શક્યા. શું થશે તેની ચિંતા તેમને ચેનથી ઊંઘવા નહોતી દેતી. અને રીઝલ્ટ આવ્યું તો આખો પરિવાર જાણે કે રોઈ પડ્યો. વૃદ્ધ અને અશક્ત પિતાની આંખોમાં પણ દીકરાની સફળતા જોઈ ખુશીના આંસુ આવ્યા.

ગોવિંદ પોતાની સફળતાનો શ્રેય પિતા અને બહેનોને આપે છે. ખાસ તો એ મોટી બહેનને કે જેણે માતાના અવસાન પછી ગોવિંદને ભણાવવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરી ગોવિંદ કહે છે કે, 'જો એ સંઘર્ષના દિવસો ન હોત તો કદાચ તે અહીં સુધી ન પહોંચ્યો હોત. સંઘર્ષ જ સફળ થવાનો રસ્તો છે.'sj

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શક આપતા ગોવિંદ કહે છે કે,

"હું ગણિતમાં હોંશિયાર હોવા છતાં મેં UPSC ની પ્રિલીમ પાસ કર્યા પછી મેઇન્સ માટે ફિલોસોફી અને હિસ્ટ્રી વિષય પસંદ કર્યા. કારણ કે હું માનું છું કે કોઈપણ વિષય અઘરો નથી હોતો.

અંગ્રેજી વિષયની નબળાઈ એ કોઈ મોટો પ્રશ્ન નથી. માધ્યમ ગમે તે પસંદ કરી શકો. હું હિન્દી માધ્યમમાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે છું. મેં પ્રથમ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું અને પછી હિન્દી ભાષા પરીક્ષાના માધ્યમ તરીકે પસંદ કરી. ભાષા કોઈ પ્રશ્ન છે જ નહીં. ભાષા ફક્ત માધ્યમ છે. ગોલ સુધી પહોંચવા ભાષા નહિ પણ તમારી મહેનત કામ આવતી હોય છે. પોતાની જાત ઉપર ભરોસો રાખો તો જિંદગીનો કોઈપણ જંગ તમે જીતી શકો છો."sj

મિત્રો, ગોવિંદ જેવા અનેક વિદ્યાર્થીઓ IAS કે IPS બનવાના સપના જુએ છે. પરંતુ જે પોતાની જાત સાથે કમિટમેન્ટ કરે છે તે જ વિજય પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ કામમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વનો છે. આપ સૌ પણ ભરપૂર આત્મવિશ્વાસ કેળવી આપના ખુલ્લી આંખે જોયેલા સપનાઓને સાકાર કરો તેવી શુભેચ્છાઓ.

મિત્રો,
આવા વધુ મોટીવેશનલ લેખ મેળવવા માટે તમે મને મારા ઉપરના મો.નંબર પર

વ્હોટ્સ અપમાં આપનું નામ(અટક) અને ગામ

નો મેસેજ મોકલી શકો છો. Hi કે hello કે બીજા નકામાં મેસેજ કરી મને પરેશાન ન કરવો. પ્રતિભાવ કે અન્ય કામ માટે sms કરવો, ફોન ન જ કરવો.

કોઈપણ જાતના ફેરફાર કર્યા વગર કે લેખકનું નામ કાઢ્યા વગર આ લેખનો ઉપયોગ આપ યથાતય કરી શકો છો.

મારા આ વિનમ્રતાપૂર્વકના પ્રયાસોથી કોઈના અંધકારભર્યા જીવનમાં અજવાળા પથરાશે તો નિમિત્ત બન્યાનો આનંદ થશે. આભાર.SJ.


No comments:

Post a comment

  LOVE <3 TAG Someone Who Will Buy This For You... (y) OR GET YOURS HERE ==>  https://teeshopper.in/products/LOVE-TSIRT https://teesho...